ઘણાબધાં એવા પરિબળો છે જે માનવીને વિશ્વમાનવી તરફની દોડમાં અવરોધો ઉભા કરે છે અને સામાજિક એકતાને અવરોધે છે.જેમાં ધર્મ એ એક મુખ્ય બાબત ગણી શકાય.જેમ દરેક બાબતને આપણે સમજવામાં ગેરસમજ ઉભી કરતા હોય છે, એમ ધર્મની બાબતે પણ ગેરસમજ ઉભી થઇ છે, જેના કારણે ધર્મનો ખરો ઉદ્દેશ્ય સ્થાપિતથઈ શક્યો નથી.
માનવી એ એક સામાજિક પ્રાણી છે. માનવ એટલે, જેની પાસે મન છે એ. આ મનના જ કારણે આપણે કોઈપણ કાર્ય માટે પ્રેરિત થતા રહીએ છીએ. આપણી સામાજિક એકતા પૂર્ણપણે,આપણું મન કે આપણી માનસિકતા પર નિર્ભર છે. શાંત મન હંમેશા શાંતિપૂર્વક વિચાર કે આચરણ કરે છે. જ્યારે અશાંત મન દરેક પ્રકારના કર્મ કે આચરણ દ્વારા, અશાંતિ જ નિર્માણ કરે છે.સામાજિક એકતા માટે શાંત મન દ્વારા લેવાયેલ નિર્ણય કે સમજ ખૂબ જ જરૂરી અને ઉપયોગી છે.
...વધુ આગલાં લેખ ૧. માનવ, ધર્મ અને માનવધર્મ વાંચો
No comments:
Post a Comment