આજે પૃથ્વી પરના માનવસમાજ ના સભ્ય એવા આપણે, એક માનવ તરીકે, વિશ્વમાનવી બનવાની દિશામાં આગેકૂચ કરી રહ્યા છીએ, ત્યાંરે આપણી માન્યતાઓ અને સંકુચિત વિચારસરણીને કારણે, આપણે પોતાની જાતને વિશ્વ સ્તરે લઈ જઈ શકયા નથી, જે ખરેખર વિચાર માંગી લે એવી બાબત છે. હવે આ દિશામાં આપણે, આપણી જાતને તૈયાર કરવી જોઈએ.
આપણે એક માનવ તરીકે બીજા માનવીની વિચારધારા કે માન્યતાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અને એમાંથી જે આપણા માટે સારું કે શ્રેયસ્કર છે, એને અપનાવતા જવું જોઈએ. આપણો ખરો વિકાસ આપણી માનસિકતા ની બંધ બારીઓને ખોલીને વિશ્વમાનવીની દૃષ્ટિને કેળવવાની કળાને સાધ્ય કરવી જોઈએ, જેમાં આપણે ઘરથી, શેરીથી,ગામથી, શહેરથી, દેશથી અને દુનિયાથી આગળ વધીને આખા બ્રહ્માંડ સુધી પોતાની જાતને વિસ્તરવા દેવી જોઈએ, અને આ પ્રયાસ આપણો પોતાનો, બિલકુલ અંગત પ્રયાસ હોવો જોઈએ, જેના સાક્ષી ફક્ત અને ફક્ત આપણે જ છીએ,અને એને પ્રમાણિત કરવા માટે કોઈ બીજાની આવશ્યકતા નથી. જે સ્વયં પ્રમાણિત હોઈ, આપણી અંગત સાધના છે.
....વધુ આગલાં લેખ ૧.૨ માનવ, ધર્મ અને માનવધર્મ
No comments:
Post a Comment