મિત્રો, આટલા વર્ષોના નિરીક્ષણ પરથી એવું જણાય છે કે દશેરાનો પર્વ આપણે રાવણને યાદ કરવામાં કે એના પૂતલને બાળવાના વિષયમાં એટલા ઓતપ્રોત હોઈએ છીએ કે, અસત્ય પર સત્યના વિજયરૂપ વિજયાદશમી ઉજવવાનું ભૂલી ગયા છીએ જેને કારણે શ્રીરામ ને યાદ કરવાનું તો આપણે ભૂલી જઈએ છીએ અને અનાયાસે આપણામાં રામના ગુણોને બદ્લે રાવણ ના ગુણો ખીલ્યાં છે. આજના સમાજનું આ એક વરવું રૂપ છે.
આ અસત્ય પર સત્ય કે અસુર પર સુર ના વિજયની યાદ સાથે, એક વાત સમજવા જેવી છે કે,આટલાં વર્ષોના નિરીક્ષણ પરથી એવું લાગે છે કે આપણે જાણતા-અજાણતા દશેરાની ઉજવણી રાવણ ને યાદ કરીને ઉજવીએ છીએ(આ દિવસે રાવણ જ આપણા ઉજવણીના કેન્દ્રસ્થાને રહે છે), જેના કારણે શરતચુકથી રામ ને યાદ કરવાનું રહી જાય છે!! પરિણામસ્વરૂપ, રાવણના ગુણો આપણામાં વધતા જાય છે. ઈર્ષ્યા, અહંકાર અને સ્વાર્થીપણું જેવા ગુણો, સમય જતાં આપણને રામથી દૂર લઇ જાય છે અને આપણા મન ની શાંતિ હરાઈ જાય છે, આ રાવણ પ્રત્યેની આપણી "માનસિક પૂજા" નું ફળ છે, જે આજે સર્વત્ર આપણને દેખાઈ રહ્યું છે.
તેથી સાધુ કહે છે, *જો સુખ કો ચાહે સદા તો શરણ રામ કી લે* રામનું શરણુંજ સુખનું દ્વાર છે. તેથી આપણે રામનું સ્મરણ કરવું જોઈએ, જેથી રામના દયા, ક્ષમા,પ્રેમ અને સત્યની રક્ષા જેવા ગુણો તરફ આપણું મન આકર્ષિત થવા માંડે અને એ ગુણો આપણી અંદર વિકસવા લાગે, આ ગુણો જ મનુષ્યને સુખ તરફ લઈ જાય છે, જેનાથી પરિવાર માં સુખ અને શાંતિનું વાતાવરણ નિર્માણ થાય.
🕉️ *।। જય શ્રી રામ ।।* 🕉️
No comments:
Post a Comment